સ્ટાર રેસલર સુશીલકુમારે 21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યો 

New Update
સ્ટાર રેસલર સુશીલકુમારે 21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યો 

ભારતના સ્ટાર રેસલર સુશીલકુમારે કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો છે. સુશીકુમારે પુરુષોની ફ્રી સ્ટાઇલ ૭૪ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં સાઉથ આફ્રિકાના રેસલર જોહાનેસ બોથાને માત્ર ૮૦ સેકન્ડમાં પછાડી ગોલ્ડન હેટ્રિક નોંધાવી હતી. સુશીલે આ પહેલાં ૨૦૧૦ દિલ્હી અને ૨૦૧૪ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. સુશીલકુમારે પોતાની આ જીતને પરિવાર, કોચ, સ્વામી રામદેવને સમર્પિત કરવાની સાથે હિમાચલ પ્રદેશમાં થોડા દિવસ પહેલાં બસ એક્સિડેન્ટમાં મૃત્યુ પામેલા બાળકોને પણ સમર્પિત કર્યો હતો.

પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં રમી રહેલા ૨૬ વર્ષીય રેસલર રાહુલ અવારેએ ૫૭ કિગ્રા વજન વર્ગની ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં કેનેડાના રેસલર સ્ટીવન તાકાહાશીને ૧૫-૭થી પરાજય આપી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. બંને વચ્ચે શરૂઆતમાં રસાકસી રહેતાં ૬-૬ની બરાબરી પર હતા તે પછી રાહુલે તાકાહાશી પર હાવી થતાં ૧૫-૭ની મુકાબલો જીતી લીધો હતો. રાહુલે આ પહેલાં મેલબર્નમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો જ્યારે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેળવ્યો હતો.

Latest Stories