સ્ટોકહોમાં સ્વીડનના PMએ પ્રોટોકોલ તોડીને મોદીને એરપોર્ટ પર આવકાર્યા

સ્ટોકહોમાં સ્વીડનના PMએ પ્રોટોકોલ તોડીને મોદીને એરપોર્ટ પર આવકાર્યા
New Update

ઇન્ડો-નૉર્ડિક સંમેલનમાં ભાગ લેવા માટે બે દિવસની યાત્રાની શરૂઆત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર રાત્રે સ્વીડન પહોંચ્યા. સ્થાનિક સમય અનુસાર 9 વાગ્યાને 30 મિનિટ પર સ્વીડન પહોંચ્યા. વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા સ્વીડનના વડાપ્રધાન પ્રોટોકોલ તોડી સ્ટીફન લૉવેન પહેલી વખત કોઇ વડાપ્રધાનને લેવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદીનું સ્વીડનમાં જોરદાર સ્વાગત કરાયું. 30 વર્ષ બાદ ભારતના કોઇ પીએમ સ્વીડનની મુલાકાતે ગયા છે.

publive-image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે સ્વીડનની રાજધાની સ્ટોકહોમ પહોંચ્યા હતા. અહીં તેમનું ઔપચારિક સ્વાગત થયું અને તેમની સમકક્ષ સ્ટીફન તેમને લેવા સ્ટોકહોમ-અર્લાંડા એરપોર્ટ પર પણ આવ્યા. એરપોર્ટની બહાર નીકળ્યા બાદ પીએમ મોદીનું નેતૃત્વ કરવા આવેલા ભારતીય મૂળના લોકોને પણ મળ્યા. આ બધાની વચ્ચે પીએમએ ભારતીય મૂળના સ્વીડીશ નાગરિકો સાથે હાથ પણ મિલાવ્યા. આગળના કાર્યક્રમ મુજબ મંગળવારે એટલે કે આજે વડાપ્રધાન સ્વીડનના રાજા કાર્લ 16મા ગુસ્તાફ સાથે મુલાકાત કરશે. તેમાં સ્વીડીશન પીએમ સ્ટીફનની સાથે સોગેર્સ્કાથી રોસનબાદ સુધી એક વૉક પણ સામેલ છે.

ત્યારબાદ આજે બંને દેશોના વડાપ્રધાન એક દ્વિપક્ષીય વાર્તા પર હસ્તાક્ષર કરશે. આ કરાર બાદજ સ્વીડનના સ્થાનિક સમયાનુસાર 1:30 વાગ્યે એક પત્રકાર પરિષદ યોજશે. કોન્ફરન્સ બાદ પીએમ સિટી હોલ ગોલ્ડન રૂમમાં સ્વીડન-ઇન્ડિયા બિઝનેસ ડેમાં ભાગ લેશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article