હવે પોલીસ પણ કરશે ટેકલોજીનો ઉપયોગ : ૩૬૦૦ પોલીસકર્મીને SMSથી બંદોબસ્તની ફાળવણી

New Update
હવે પોલીસ પણ કરશે ટેકલોજીનો ઉપયોગ : ૩૬૦૦ પોલીસકર્મીને SMSથી બંદોબસ્તની ફાળવણી

ગ્રુપ મેસેજ, વોટ્સએપ ગ્રુપથી સામૂહિક સંદેશા વ્યવહારની વ્યવસ્થા ગોઠવાઈ

પહેલીવાર ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત બહારથી બોલાવેલા અધિકારીઓ કે જે મૂવિંગ બંદોબસ્તમાં છે તે તમામને ક્રાઇમ બ્રાન્ચે SMS કરીને મૂવિંગ બંદોબસ્તમાં તેમને ક્યાં તહેનાત કરાયા છે તેની જાણ કરી

‘વેલકમ ટુ રથયાત્રા-૨૦૧૮' આવા ટાઈટલ સાથે ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાં જોડાયેલા ૩૬૦૦ પોલીસકર્મીઓને ઘડીના છઠ્ઠાભાગમાં બંદોબસ્તની વહેંચણી કરી દીધી છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જવાબદારી શહેર પોલીસની હોય છે.

પરંતુ મહત્વની જવાબદારી છેલ્લા અનેક વર્ષોથી ક્રાઇમ બ્રાન્ચ સંભાળી રહી છે. ત્રણેય રથ ઉપરાંત અખાડા, ભજન મંડળી અને ગજરાતની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટુકડીઓ કે તેમના નિયંત્રણમાં લેવાયેલા સુરક્ષાકર્મીઓની જ તહેનાતી કરાતી હતી.

publive-image

જેને મૂવિંગ સ્કવોડ કહેવામાં આવે છે. આ સ્કવોડ સવારે મંદીરમાંથી પહેલો હાથી નીકળે ત્યાંથી સાંજે રથયાત્રા નિજમંદીરે પરત ફરે ત્યારે છેલ્લા વાહન સુધી આ સ્કવોડ સાથે રહે છે. રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાં ૩૬૦૦ સુરક્ષાકર્મીઓને તહેનાત કરાયા છે. આ વર્ષે પહેલીવાર ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત બહારથી બોલાવેલા અધિકારીઓ કે જે મૂવિંગ બંદોબસ્તમાં છે તે તમામને ક્રાઇમ બ્રાન્ચે SMS કરીને મૂવિંગ બંદોબસ્તમાં તેમને ક્યાં તહેનાત કરાયા છે તેની જાણ કરી દીધી છે.

આ અંગે વાત કરતા એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં મૂવિંગ બંદબોસ્તના પોલીસકર્મીઓને એક સાથે બોલાવીને માઈકમાં જાહેરાત કરી અલગ અલગ ગ્રુપને તેમના બંદોબસ્તની ફાળવણી કરવી પડતી હતી. જેમાં લગભગ એક દિવસ પસાર થઈ જતો હતો. આ વખતે ક્રાઇમ બ્રાન્ચે તમામ અધિકારીઓના નામ મેળવી તેમને ક્યાં તહેનાત કરાયાં છે તેની જાણ કરી દીધી હતી.આ ઉપરાંત રથયાત્રાના બંદોબસ્તમાં તહેનાત તમામ સરક્ષાકર્મીઓના મોબાઈલ નંબર મેળવી ગ્રુપ મેસેજ અને વોટ્સએપ ગ્રુપ જેવા ઝડપી કોમ્યુનિકેશનના માધ્યમોનો ઉપયોગ કર્યો છે.રથયાત્રા દરમિયાન એરિયલ વ્યૂથી સર્વેલન્સ રાખવા છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરતી આવી છે. ચાલુ વર્ષે પહેલીવાર ઈઝરાઇલથી લવાયેલા ખાસ હિલીયમ ડ્રોન બલૂનનો ઉપયોગ થવા જઈ રહ્યો છે.

આ ડ્રોનના ઓપરેશન માટે ખાસ ઓપરેશન ટીમ પણ તહેનાત કરાશે. સિનિયર અધિકારીનું કહેવું છે કે, અગાઉના ડ્રોન એકવાર બેટરી ચાર્જ કર્યા પછી વધુમાં વધુ ૧૫ મિનિટ સુધી ઉડી શકતા હતા. હિલીયમ બૂલન ૭૨ કલાક હવામાં રહી શકે છે. ઉપરાંત તેમાં લાગેલા એચ.ડી કેમેરાથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં સર્વેલન્સ કરી શકાય છે.

રાજ્યના સૌથી મોટા બંદોબસ્ત ગણાતા અમદાવા રથયાત્રાની તૈયારીઓનો આરંભ દોઢ મહિના પહેલાથી જ થઈ જતો હોય છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસની જવાબદારી સૌથી અગત્યની હોય છે. રથયાત્રા દરમિયાન એકઠાથનારા લાખો શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે શહેરભરમાં સર્વેલન્સ વધારી દેવાય છે.

એક પણ શંકાસ્પદ પોલીસની નજરમાંથી બચે નહીં તે માટે ટેક્નિકલ ઉપરાંત હ્યુમન ઈન્ટેલીજન્સ પણ કામે લાગી જતું હોય છે. આ વર્ષે પોલીસે રથયાત્રાના રૂટ ઉપરાંત શહેરના છેવાડાના વિસ્તારોમાં પણ અર્ધલશ્કરી દળો સાથે મસમોટા કોન્વોયમાં ફ્લેગમાર્ચ કર્યું હતું..

Latest Stories