/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/nc_1487606935_1487651093.jpg)
દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રુપ ગણાતા તાતા સન્સના ચેરમેન તરીકેની જવાબદારી હવે એન.ચંદ્રશેખરન સંભાળશે. જેઓ આ ગ્રુપના પ્રથમ બિનપારસી ચેરમેન હશે.
થોડા સમય અગાઉ ટાટા સન્સના ચેરમેન સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.તેમજ તેમના સ્થાને રતનતાતાને વચગાળાના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.જેના બાદ હવે એસ.ચંદ્રશેખર આ પદ સંભાળશે.
સુત્રોના જણાવ્યા અનુસાર એસ.ચંદ્રશેખર મુંબઈ આવી પહોચ્યા હતા.જ્યાં તેઓ બોમ્બે હાઉસ ખાતે પહોંચ્યા હતા. અને હવે તે તાતા સન્સના નવા ચેરમેન તરીકે કાર્ય કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાયરસ મિસ્ત્રી ને હટાવ્યા બાદ ચાર માસ સુધી તાતાનો ગ્રોથ અટક્યો હતો. જેથી હવે ફરીથી તેને વિકાસપથ પર લાવવાની તેમજ શેરહોલ્ડર અને લોકોનો વિશ્વાસ જીતવાની એક મોટી જવાબદારી નટરાજન ચંદ્રશેખર પર રહેશે.