હાંસોટના ઉતરાજ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરાયો

New Update
હાંસોટના ઉતરાજ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરાયો

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકાકક્ષાએ સેવા સેતુના પાંચમાં તબક્કાના કાર્યક્રમનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ થતાં જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઉતરાજ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતી જશુબેન પટેલ, ઉપપ્રમુખ પીરૂભાઈ મિસ્ત્રી, નાયબ કલેક્ટર વિઠ્ઠાણી, મામલતદાર સાવલીયા, તાલુકા વિકાસ અધિકારી જયદિપભાઈ, સરપંચ મેહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ઉત્તરાજ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં દિગસ, ઉતરાજ, શેરા, મોઠીયા, માંગરોલ, કલમ, આસ્તા ગામોને આવરી લેતાં પાંચમા તબક્કાના સેવાસેતુના કાર્યક્રમને ખુલ્લો મુકતા અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે સેવાસેતુના કાર્યક્રમનો નવતર અભિગમનો અમલ રાજ્ય સરકાર ધ્વારા શરૂ કરાતાં ખુબ જ સારા પરિણામો મળેલ છે. સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ ઘર આંગણે મળી રહે છે સાથે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં મળી રહે છે તથા આવક-જાતિ, મા અમૃત્તમ કાર્ડ, વિધવા સહાય, રેશનકાર્ડ સહિત વિવિધ યોજનાકીય લાભો મેળવવા માટે સરકારી કચેરી સુધી લાભાર્થીઓને ધક્કા ખાવા ન પડે તે માટે આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવાની ઉપસ્થિત ગ્રામજનોને હિમાયત કરી હતી.

આ પ્રસંગે કલેક્ટર તથા અન્ય મહાનુભાવોના હસ્તે રેશનકાર્ડ, આધારકાર્ડ, આવકનું પ્રમાણપત્રનું પ્રતિકાત્મક વિતરણ કરાયું હતું. સેવા સેતુ કાર્યક્રમમાં જુદા જુદા વિભાગો ધ્વારા કરવામાં આવતી કામગીરીનું કલેક્ટરે પ્રત્યક્ષ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શ પુરૂ પાડ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે દિગસ, ઉતરાજ, શેરા, મોઠીયા, માંગરોલ, કલમ, આસ્તા ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમા આભારવિધિ નાયબ મામલતદાર અલ્પેશભાઈએ કરી હતી.

Latest Stories