હિમાચલમાં સ્કૂલ બસ ખીણમાં ખાબકતા ૨૭ બાળક સહિત ૩૦નાં મોત 

હિમાચલમાં સ્કૂલ બસ ખીણમાં ખાબકતા ૨૭ બાળક સહિત ૩૦નાં મોત 
New Update

હિમાચલના કાંગડા જિલ્લાના નૂરપુરમાં એક ખાનગી સ્કૂલની બસ ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડી જતા ૨૭ બાળક સહિત ૩૦ લોકોનાં મોત થયા છે. જેમાં એક શિક્ષક અને બસ ડ્રાઇવર પણ સામેલ છે.

વઝીર રામસિંહ મેમોરિયલ સ્કૂલની બસમાં કુલ ૪૦ લોકો સવાર હતા, જેમાંથી ૩૦નાં મોત થઇ ગયા છે અને ૧૦ બાળકો ઘાયલ છે તેમ હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય પ્રધાન સુરેશ ભારદ્વાજે જણાવ્યું છે. સુપ્રિટેન્ડ ઓફ પોલીસ પતયાલના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા બાળકોની ઉંમર ૧૦ વર્ષથી ઓેછી હતી.

હિમાચલના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૃપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article