હીરાના વેપારીને લૂંટવા ગયેલા ધારપાડુઓની હથિયારો સહિત કરાઇ ધરપકડ

હીરાના વેપારીને લૂંટવા ગયેલા ધારપાડુઓની હથિયારો સહિત કરાઇ ધરપકડ
New Update

સુરતના વરાછા વિસ્તારમાં હીરાના વેપારીને લૂંટવા ગયેલા સાત ધાડપાડુઓને હથિયારો, માસ્ક અને મોબાઇલ ફોન સાથે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલ ધાડપાડુઓએ વરાછામાં લવલી સિનેમાની ગલીમાં પટેલ ચેમ્બર્સમાં હીરાના વેપારીને લૂંટી લેવાનું કાવત્રુ ઘડ્યું હતું. વેપારી હીરા લઇને નીકળે ત્યારે તેને લૂંટી લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે તેમને ઝડપી પાડતા તેમનું કાવત્રુ નિષ્ફળ ગયું હતું.

unnamed (3)

ખોટા નંબરની ટવેરા ગાડી લઇને આવેલા ધાડપાડુઓ પાસેથી ચાર નંગ ચપ્પા, બે બેઝબોલની સ્ટીક, એક હોકી સ્ટીક, એક ટી-પાના, 1 પોપટ પાનુ, 5 માસ્ક અને 11 મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાજુરામ હરીંગારામ બિસ્નોઇ (ઇશ્વરકૃપા સોસાયટી), અશોક રામારામ ચૌધરી (ઇશ્વરકૃપા સોસાયટી), રઘુનાથરામ જગમાલરામ બિસ્નોઇ (સાંઇદર્શન સોસાયટી), અમીતકુમાર વીરારામ બિસ્નોઇ (ઇશ્વરકૃપા સોસાયટી), હરીશ પાબુરામ બિસ્નોઇ (મહાવીરનગર સોસાયટી), મોહનલાલ સુખરામ બિસ્નોઇ (મુક્તિધામ સોસાયટી) અને રાકેશકુમાર આદુરામ બિસ્નોઇનો સમાવેશ થાય છે.

Here are a few more articles:
Read the Next Article