હું ક્યારે પણ સીએમની હોડમાં હતો નહિ અને ભવિષ્યમાં પણ રહેવાનો નથી , અહેમદ પટેલ

New Update
હું ક્યારે પણ સીએમની  હોડમાં હતો નહિ  અને ભવિષ્યમાં પણ રહેવાનો નથી , અહેમદ પટેલ

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલે અંકલેશ્વરનાં પીરામણ ગામ ખાતેની પ્રાથમિક શાળામાં મતદાન બાદ તેઓએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે

ગુજરાતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય સાથે 110 થી 125 બેઠક મળવાનો દાવો વ્યક્ત કર્યો હતો.

publive-image

વધુમાં અહમદ પટેલે જણાવ્યુ હતુ કે હું ક્યારે મુખ્યમંત્રીની હોડમાં હતો નહિં, છું નહિં અને ભવિષ્યમાં પણ રહેવાનો નથી. ચૂંટણી આવતા જ મારૂ નામ ઉછાળી ધ્રુવીકરણ કરવાની રાજનીતિ કરતા હોય છે. સમાજનો તમામ વર્ગ નારાજ છે એટલે જ બધા વર્ગ ભેગા થઇ લડી રહ્યા છે. અમે તો અભદ્ર બોલનાર સામે એક્શન લીધા છે. તેમણે શું કર્યું અમને લીસ્ટ ગણાવે છે. તો સોનિયાજી, રાહુલજી સહિત લોકો માટે કેવા શબ્દો પ્રયોગ કર્યા એનું લિસ્ટ પણ છે અમારી પાસે તેવો સીધો સવાલ પણ અહમદ પટેલે કર્યો હતો.

આ ઉપરાંત કોંગ્રેસ અને છોટુ વસાવા સાથેનું ગઠબંધન બંને પક્ષને ફાયદો કરાવશે. દલિત સમાજના મેવાણી, પાટીદાર હાર્દિક પટેલ અને ઓ.બી.સી અલ્પેશ ઠાકોર સાથેના જોડાણ થી કોંગ્રેસ ફાયદો થશે જ એટલુ જ નહિ આજે ગરીબ, દલિત, ખેડૂત, આદિવાસી, નોકરિયાત તમામ વર્ગ નારાજ છે. તમામ આજે ભેગા થઇ લડત લડી રહ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ.

Latest Stories