હું સીએમ કે પીએમ બન્યો હોય તો તે રાજકોટની મહેરબાની છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

New Update
હું સીએમ કે પીએમ બન્યો હોય  તો તે રાજકોટની મહેરબાની છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં મતદાનને આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે. રવિવારે મોડી સાંજે યોજાયેલ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ. નાના મૌવા ચોક ખાતે યોજાયેલ સભામાં જનમેદની ઉમટી પડી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે એરપોર્ટથી હું સભાસ્થળે આવી રહ્યો હતો ત્યારે બોર્ડમાં વાંચ્યું કે, ત્રણ સીએમ રાજકોટે આપ્યા તો ઇન્ટરનેશનલ એરપોર્ટ કેમ ન આપ્યુ. વિકાસ કોને કહેવાય તે કોંગ્રેસના લોકોને ખબર જ નથી. કોંગ્રેસ સરખામણી કરે તો ખબર પડે કે રાજીવ ગાંધી પીએમ હતા ત્યારે કહ્યું હતું કે, દિલ્હીથી એક રૂપિયો નીકળે ત્યારે ગામડામાં 15 પૈસા પહોંચે છે.

રાજકોટની મહેરબાની છે કે મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો હતો. આખી દુનિયામાં આજે ભારતનો ડંકો વાગે છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે દુનિયાનો કોઇ વ્યક્તિ મારી સાથે હાથ મિલાવતો હોય ત્યારે મોદી સાથે નહિં પણ સવા સો કરોડનાં સ્વયંસેવક સાથે હાથ મિલાવતો હોય છે. આપે હાવર્ડ યુનિવર્સિટીવાળા પીએમ પણ જોયા હશે પણ આપણે હાર્ડવર્કવાળા છીએ. મૂડી રેટીંગમાં આપણે 142 માંથી 100 નંબરે ભારત આવી ગયુ છે. કોંગ્રેસ પરાજયના વિક્રમો કરે છે અમે વિજયના વિક્રમો કરીએ છીએ. આ દેશનો પહેલો PM છે જે રાજકોટના 250 લોકોને નામથી બોલાવે છે.

Latest Stories