હોલિવૂડ એક્ટર સીન કૉનરીનું 90 વર્ષની વયે નિધન

New Update
હોલિવૂડ એક્ટર સીન કૉનરીનું 90 વર્ષની વયે નિધન

હોલિવૂડની જેમ્સ બૉન્ડ ફિલ્મોમાં પોતાની સફળ એક્ટિંગથી લોકપ્રિય બનેલા એક્ટર સીન કૉનરીનું90 વર્ષી વયે નિધન થયું છે. તેમણે સાત ફિલ્મોમાં બોન્ડની ભૂમિકા ભજવી હતી. કૉનરીને બૉન્ડની ફિલ્મોના કારણે ખૂબજ લોકપ્રિયતા મળી હતી. સીન કૉનરી દર્શકોના દિલો દિમાગ પર છવાયેલા રહ્યાં હતા.

સ્કૉટિશ મૂળના અભિનેતા સીન કૉનરીને ઑસ્કાર, બાફ્ટા અને ત્રણ ગોન્ડન ગ્લોબ સહિત અનેક પુરસ્કાર મળ્યા હતા. કૉનરીએ ‘ધ વિન્ડ એન્ડ ધ લાયન’, ધ મેન હૂ વૂડ બી કિંગ અને ઈન્ડિયાના જૉન્સ એન્ડ લાન્ટ ક્રુસેડ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

સીન કૉનરીને 1987માં ફિલ્મ ‘ધ અનટચેબલ્સ ’ માટે સપોર્ટિંગ એક્ટર તરીકે ઑસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં તેમણે આઈરિસ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. પોતાના લાંબા કેરિયરમાં કૉનરી હંમેશા ડિમાન્ડમાં રહ્યા. 1999માં તેમને પીપલ મેગઝીન દ્વારા સ્માર્ટેસ્ટ મેન ઓફ સેન્ચુરી તરીકે પણ પસંદગી પામ્યા હતા

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.