૧ એપ્રિલથી વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર હવે ચુકવવો પડશે વધારે ટેક્સ

૧ એપ્રિલથી વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર હવે ચુકવવો પડશે વધારે ટેક્સ
New Update

૧લી એપ્રિલ, ૨૦૧૯થી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મુસાફરી કરો છો તો તમારે વધારે ટોલ ટેક્સ ચુકવવો પડશે. આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જાહેરાત આપવામાં આવી છે. ટોલ ફીની વાત કરીએ તો વડોદરાથી આણંદ વચ્ચે મોટરકારની ફીમાં રૂપિયા પાંચનો વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી અમાદવાદ કે અમદાવાદથી વડોદરાની ફીમાં રૂપિયા ૧૦નો વધારો કરાયો છે. અંદાજ પ્રમાણે દરરોજ ૫૦ હજાર જેટલા વાહનો એક્સપ્રેસ વે પરથી પસાર થાય છે. અમદાવાદ-વડોદરા વચ્ચે ટોલ ટેક્સ વધારવામાં આવ્યા બાદ હવે એસ.ટી. તરફથી બસના ભાડામાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

અમદાવાદથી વડોદરા માટે હવે કાર, જીપ કે વાન માટે રૂપિયા ૧૦૫ના બદલે રૂપિયા ૧૧૦ ચુકવવા પડશે. રિટર્ન ટોલ ટેક્સ ભરનાર વાહનચાલકે હવે રૂપિયા ૧૫૫ના બદલે રૂપિયા ૧૬૦ ચુકવવા પડશે.કાર જીપ ઉપરાંત અન્ય વાહનાનો દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે બસ અને ટ્રક માટે પહેલા રૂપિયા ૩૫૦ ટેક્સ ચુકવવો પડતો હતો, હવે તેમણે રૂપિયા ૩૬૫ ચુકવવા પડશે.

Here are a few more articles:
Read the Next Article