૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટના આરોપી અહમદ લંબુની ગુજરાત ATSએ કરી ધરપકડ

New Update
૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટના આરોપી અહમદ લંબુની ગુજરાત ATSએ કરી ધરપકડ

૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ અહમદ લંબુની ગુજરાત એટીએસએ ધરપકડ કરી લીધી છે. અહમદ લંબુને પકડવા માટે સીબીઆઈએ લુક આઉટ અને ઈન્ટરપોલ નોટિસ જાહેર કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે, અહમદ લંબુની માહિતી આપનારને રૂ. પાંચ લાખનું ઈનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. અહમદ લંબુ દાઉદની નજીક માનવામાં આવે છે. લંબુ અર્જુન ગેંગનો સભ્ય હતો. તેમાં મસાફિર ખાના, ફિરોઝ અબ્દુલ અને રાશિદ ખાન પણ સામેલ છે.

publive-image

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું. ગુરુવારે રાતે પણ આ ઓપરેશન અંતર્ગત તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન જ એટીએસને ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટના આરોપી અહમદ લંબુની ધારિયામાંથી ધરપકડ કરવામાં આવી છે.

અહમદ લંબુ પર ૧૯૯૩માં કાવતરુ ઘડવાનો અને હથિયાર સપ્લાય કરવાનો આરોપ છે. તે સાથે જ બ્લાસ્ટ પછી અહમદ લંબુને ભગાડવામાં મુસ્તફા ડોસાએ તેની મદદ કરી હતી. ત્યારથી અહમદ લંબુને શોઘવામાં આવી રહ્યો છે.

publive-image

ગયા વર્ષે સ્પેશિયલટાડા કોર્ટે મુંબઈ સીરિયલ બ્લાસ્ટમાં અબુ સલેમ અને અન્ય પાંચ આરોપીઓને દોશિત જાહેર કર્યા હતા. આ દોષિતોમાં અબુ સલેમ સિવાય મુસ્તફા ડોસા, ફિરોઝ અબ્દુલ, રાશિદ ખાન, તહર મર્ચન્ટ, રિયાઝ સિદ્દીકી, કરીમુલ્લા ખાન પણ સામેલ હતા. આ દરેકને દેશ વિરુદ્ધ યુદ્ધ કરવાના દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે અબુ સલેમને કાવતરું ઘડવા અને આતંકી ગતિવિધિ કરવાનો દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસમાં અબ્દુલ કય્યૂમને કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધો હતો.

Latest Stories