૨ તમંચા ૩પિસ્તોલ અને ૧૦ કારતુસ સાથે ૧ આરોપીને ઝડપી પાડતું રાજકોટ SOG

New Update
૨ તમંચા ૩પિસ્તોલ અને ૧૦ કારતુસ સાથે ૧ આરોપીને ઝડપી પાડતું રાજકોટ SOG

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તથા સંયુકત પોલીસ કમિશ્નર ડી.એસ.ભટ્ટની સુચનાથી રાજકોટમાં ગેરકાયદેસર હથીયાર તથા ગેરકાયદેસરની પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા માટે તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોને શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન મળેલ ખાનગી હકિકત આધારે ગોંડલ રોડ ચોકડી, ક્રિષ્ના પાર્ક હોટલની સામે, રોડની બીજી બાજુના સર્વીસ રોડ ઉપર રાજકોટ ખાતેથી લખો કાળુભાઇ બામણીયા આદીવાસી (ઉ.વ.૩૫) ધંધો મંજુરી (રહે. સેજાવાડા તા.ભાભરા જી.જાબવા(એમ.પી.) કોઇ જાતના પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા ગેરાકાયદેસર રીતે દેશી બનાવટની પીસ્તોલ નંગ-૨ની કિંમત રૂપિયા૨૦,૦૦૦/- તથા દેશી બનાવટના તમંચા નંગ ૩ કિમત રૂપિયા૧૫૦૦૦/- તથા બાર બોરના કાર્ટીસ નંગ ૭ કિમતા રૂપિયા ૭૦૦/- તથા પીત્તળના નાના કાર્ટીસ નંગ ૩ કિમત રૂપિયા ૩૦૦/- તથા કાળા કલરના થેલા મળી કુલ રૂપિયા ૩૬૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Latest Stories