૮મી માર્ચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી

New Update
૮મી માર્ચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી

મહિલા દિને જે પરિવારોમાં દીકરીનું અવતરણ થશે તેમને લક્ષ્મીજી-સરસ્વતીજીનો ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવ્યો.

આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ જઇને ‘નન્હી પરી અવતરણ’ ને વધાવી હતી .

ગુજરાતમાં દીકરીનો જાતિ પ્રમાણ રેશિયો ૮૪૮ એ પહોંચ્યો છે, દીકરીના જન્મ પ્રમાણ સામે જનજાગૃતિ કેળવાય અને દીકરીના જન્મ પ્રત્યે સમાજની સંવેદનશીલતા વધે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા. ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા શક્તિને વધાવવા અને બિરદાવવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

તા. ૮મી માર્ચે ગુજરાતમાં જન્મ લેનારી પ્રત્યેક દીકરીના જન્મને ‘નન્હીપરી અવતરણ’ તરીકે વધાવી લેવાશે.

Latest Stories