અંકલેશ્વરઃ પત્નીને કેમ ફોન કરે છે તેવી ટકોર કરવા જતાં થઈ મારામારી, 5 સામે ગુનો દાખલ

New Update
અંકલેશ્વરના નિવૃત બીએસએફ અધિકારીને ઠગી લેનાર ઝડપાયો

અંકલેશ્વરનાં ભડકોદ્રામાં આવેલી વૃદાંવન સોસાયટીમાં પરિવારો સામસામે બાખડ્યા હતા. બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ 5 વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા રમેશ વિશ્વકર્મા દ્વારા તેમના પુત્ર સંતોષની પત્નીને સોસાયટીમાં રહેતા મુન્ના સરલ ગૌડ ફોન કરતો હોવાની વાત મળી હતી. જે બાબતે કહેવા જતાં મુન્ના ગૌડ ઉશ્કેરાય ગયો હતો. જે સંદર્ભે બીભત્સ ગાળો આપી માર મારવાનું શરૂ કરી દીધું હતું. તેમજ મુન્ના ગૌડનું ઉપરાણું લઇ સોસાયટીના જ સુનિલ ચૌહાણ અને પુનમ ચૌહાણ પણ દોડી આવ્યા હતા. જેમણે લાકડી વડે તેમજ ઢીકા પાટુનો માર મારી બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. જે અંગે રમેશ વિશ્વકર્માએ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે મુન્ના ગૌડ દ્વારા પણ રમેશ વિશ્વકર્મા અને તેના પુત્ર સંતોષ વિશ્વકર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધાવી વધુ તપાસ આરંભી હતી.

Latest Stories