અંકલેશ્વર:ખરોડ ગામની ચોકડી નજીક કાર પલ્ટી,૩ને ઇજા

New Update
અંકલેશ્વર:ખરોડ ગામની ચોકડી નજીક કાર પલ્ટી,૩ને ઇજા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ ખરોડ ગામની ચોકડી નજીક કાર પલ્ટી ખાઈ જતા બે

મહિલા સહીત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી.

વલસાડના ડુંગરી ગામમાં રહેતા મનીષભાઈ પટેલ કાર નંબર-જી.જે.15.સી.એફ.8787 લઈ

અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન ખરોડ ગામની ચોકડી નજીક કાર

ચાલકનો સ્ટેયરીંગ ઉપર કાબુ નહિ રહેતા કાર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ

અકસ્માતમાં કારમાં સવાર સુમનબેન પટેલ,મંજુલાબેન પટેલ અને ચાલકને ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે

અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Latest Stories