મહેશભાઈ તેમની પાછળ પત્ની , દીકરો અને દીકરીને વિલાપ કરતા છોડી ગયા છે.

શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ અંકલેશ્વરનાં પ્રમુખ અને યુવા ઉદ્યોગપતિ મહેશભાઈ જાકાસણીયાનું દુઃખદ અવસાન થતા ઉદ્યોગજગતમાં ઘેરા શોકની કાલીમા છવાઈ ગઈ હતી.

અંકલેશ્વર ઉદ્યોગજગતનાં યુવા ઉદ્યોગપતિ તેમજ શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજનાં પ્રમુખ મહેશભાઈ રૂગનાથભાઈ જાકાસણીયાએ ટૂંકી માંદગી બાદ હોસ્પિટલનાં બિછાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમના અકાળે અવસાન થી શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ અંકલેશ્વરે યુવા અને પ્રતિભાશાળી પ્રમુખ ગુમાવ્યા છે.

આજરોજ સવારે તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો , ઉદ્યોગકારો , મિત્રો સહિત  શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ અંકલેશ્વરના હોદેદારો જોડાયા હતા.  તારીખ 14મી એપ્રિલ 2019 રવિવારનાં  રોજ બપોરે કડવા પાટીદાર સમાજની વાડી ખાતે તેમની પ્રાર્થના સભા યોજાઈ હતી.  જેમાં તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે મિત્રો ,ઉદ્યોગઅગ્રણીઓ સહિત સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ અંકલેશ્વરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સદગતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

LEAVE A REPLY