New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/sdsad.jpg)
અંકલેશ્વર પીરામણ ગામ વિસ્તારમાં આવેલા ઝમઝમ એપાર્ટમેન્ટની બાજુમાં સૂકા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી. આગે ધીમે ધીમે મોટું સ્વરૂપ પકડતા છેવટે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ ચાલુ કર્યો હતો. આ આગમાં કોઇ પણ વ્યક્તિને જાનહાની પહોંચી નથી અને કોઈપણ જાતનું આર્થિક નુકશાન થવા પામ્યું નથી. હાલ આગ સંપૂર્ણ રીતે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે કાબૂમાં મેળવી છે. અંકલેશ્વરમાં આવા સૂકા કચરા માં વારંવાર આગ લાગતી રહે છે જો કોઈ મોટી ઘટના બને એની પહેલા તંત્ર આવી બાબતો પર ધ્યાન રાખે એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
Latest Stories