/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/04/ramji-mandir-2.png)
શ્રી રામ દરબાર,માં અંબે,તથા શિવ પરિવારની મૂર્તિનું સ્થાપન બાદ લોકડાયરો પણ યોજાશે.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના શ્રી રામમંદિરજી મંદિરના જીણોધ્ધાર ધર્મ પ્રિય ગ્રામજનો ના સહ્યોગથી પુર્ણ કરવામાં આવી છે.ચૈત્ર સુદ સાતમ થી રામ નવમી દરમિયાન ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે,જેની તડામાર તૈયારીઓ સમસ્ત ભડકોદ્રા ગામ પરિવાર દ્વારા શરુ કરવામાં આવી છે.
ભડકોદ્રા ગામના શ્રી રામમંદિરજી મંદિર ખાતે તારીખ ૧૩/૦૪/૨૦૧૬ થી ૧૫/૦૪/૨૦૧૬ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમના સથવારે શ્રીરામ દરબાર,માં અંબે તથા શિવ પરિવારની મૂર્તિનું શાસ્ત્રોકત વિધિ થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.જેમા તારિખ ૧૫મીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પુર્ણાહુતિ બાદ મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદીનો લાહવો ધર્મભીની પ્રજા લેશે.અને રાત્રિના ૯ કલાક્થી લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતનાં જાણીતા લોક્ગાયક નિરંજન પંડ્યા,ગાયિકા નેતલ ગડાત્રા ભજ્ન અને લોકગીતોની રમઝટ બોલાવશે.તેમજ હાસ્ય કલાકાર વિક્રમ ગઢવી હાસ્યની છોડો ઉડાડીને લોકોને ખડખડાટ હસાવશે.