Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: ટ્રકની ટક્કરે એકટીવા ઉપર ત્રિપલ સવારી જતી યુવતીનું મોત,બે ઘાયલ

અંકલેશ્વર: ટ્રકની ટક્કરે એકટીવા ઉપર ત્રિપલ સવારી જતી યુવતીનું મોત,બે ઘાયલ
X

અંકલેશ્વર વાલિયા રોડ ઉપર પુરઝડપે જતીએક ટ્રકે એકટીવાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક્ટીવા પર ત્રિપલ સવારી જતા ત્રણ ભાઇ બહેનોમાં ગંભીર ઇજાઓના પગલે આશાસ્પદ યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે એકટીવા પર સવાર બેને ઇજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.

અંકલેશ્વર વાલિયા રોડ વચ્ચે ટ્રક નં. GJ-09-Z-6838નીઅડફેટે આવી જતા એક્ટિવા નં. GJ-16-CE-4445 પર સવાર થઈ જતા ત્રણ ભાઇ બહેનો પતિક લક્ષ્મણ વસાવા ઉમર વર્ષ ૧૩ યોગીતા લક્ષ્મણ વસાવા ઉમર વર્ષ ૧૮ તથા મેઘના લક્ષ્મણ વસાવા ઉંમર વર્ષ ૨૦ અંકલેશ્વર વાલિયા રોડ પરથી પોતાની ગાડી લઈને પસાર થતા હતા. દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે તેમને લેતાં મેઘના લક્ષ્મણ વસાવાનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓનાપગલે કમકમાટી ભર્યું મોત થયું હતું.જ્યારે બીજા બે ઇજાગ્રસ્તોને નજીકની જ સીએસસી વાલીયા ખાતેના દવાખાને મોકલી આપવામાં આવ્યા હતા.

Next Story