Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી સમરસ જાહેર

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી સમરસ જાહેર
X

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના સભ્યોના ઉમેદવારી પત્રો ભર્યા હતા. અને પ્રાથમિક કાર્યવાહી બાદ ચૂંટણી સમરસ જાહેર થઈ હતી.

અંકલેશ્વર પાલિકાના શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પદ માટે યોજાનાર ચૂંટણીની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો. જેમાં ભાજપે જાહેર કરેલા પોતાના 8 ઉમેદવારોમાં ગણેશ અગ્રવાલ, જીજ્ઞેશ અંદાડીયા, હરીશ પુષ્કર્ણા, દિપક મિઘલાની, ગૌરાંગ રાણા, કિંજલ ધર્મેન્દ્ર ચૌહાણ, નયના નીતિન વકીલ, જયારે પાલિકા પ્રમુખ દ્વારા નોમિનેટ સભ્યમાં પત્રકાર રણજીત માલીનો સમાવેશ થાય છે.

તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ માંથી ચાર સભ્યો યોગેન્દ્રસિંહ સોલંકી, ધીરજભાઈ પંચાલ, સઉદભાઇ શેખ, ઇસ્માઇલ ચંપાના ઓ એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

a89af7eb-2f0c-4595-95c3-57520c85fe79

શિક્ષણ સમિતિમાં વોટિંગ વ્યવસ્થા જોતા અને બંને છાવણી ની સભ્ય સંખ્યા જોતા કોંગ્રેસ ઓછામાં ઓછા ચાર સભ્યો તો ચૂંટી કાઢે તેમ હોય બંને પક્ષો એ ચૂંટણી ન યોજીને સહમતીથી ચૂંટણી સમરસ જાહેર થઈ હતી.

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માં ભાજપ ના 8 અને કોંગ્રેસના 4 સભ્યોની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી.

Next Story