અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજ દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો

New Update
અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજ દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો

યજ્ઞનો ઉદ્દેશ સમાજ માં એકતા આને ખુશહાલી બની રહે - નરેશભાઇ મોદી પ્રમુખ મોઢ ઘાંચી સમસ્ત પંચ

અંકલેશ્વર મોઢ ઘાંચી સમસ્ત પંચ દ્વારા દર વર્ષે ની જેમ નવચંદી યજ્ઞ કરવામાં આવ્યો હતો.

મોઢ ઘાંચી સમસ્ત પંચ અંકલેશ્વર દ્વારા આજરોજ સમાજ ની વાડી મોઢેશ્વરી હોલ ખાતે અંકલેશ્વર ના જાણીતા કર્મકાંડી હિતેશભાઈ જોષી દ્વારા હોમાત્મક નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં સમાજ ના આગેવાનો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા સમાજ ના પ્રમુખ નરેશભાઇ મોદી એ જણાવ્યું હતું કે સમાજ દ્વારા સમાજ ની વાડી મોઢેશ્વરી હોલ ખાતે છઠ્ઠો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો છે. જે માટે નો ઉદ્દેશ સમાજ માં એકતા , ભાઈચારો આને ખુશહાલી બની રહે તેવા શુભ હેતુ માટે હોમાત્મક નવચંદી યજ્ઞ કરવામાં આવ્યો છે.

Latest Stories