/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/unnamed-7.jpg)
અંકલેશ્વરની એક આશાસ્પદ યુવતીએ કોઈક કારણોસર ટ્રેન નીચે પડતુ મુકીને જીવનલીલા શંકેલી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ ગોપાલ નગર બસ સ્ટેન્ડ નજીકના સાંઈ પૂજન હોમ સોસાયટીમાં રહેતી ડિમ્પલ રમેશભાઈ રાણા ભરૂચની એસ.વી.એમ.આઈ.ટી એન્જીનિયરીંગ કોલેજમાં કોમ્પ્યુટર સ્નાતક ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
ડિમ્પલે તારીખ 7મી જાન્યુઆરી શનિવાર ની સવારે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 ના ટ્રેક પર સુરત તરફ દોડતી કર્ણાવતી એક્સપ્રેસ સામે પડતુ મૂકીને આપઘાત કરી લીધો હતો.
રેલવે પોલીસ દ્વારા ડિમ્પલ નો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો,અને તેણીના આપઘાત પાછળનું કયુ કારણ જવાબદાર છે તે અંગે ની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.