અંકલેશ્વર: શહેર બસ ડેપો સામે અજાણ્યા ઈસમ મૃત હાલતમાં મળતા તર્કવિતર્ક

New Update
અંકલેશ્વર: શહેર બસ ડેપો સામે અજાણ્યા ઈસમ મૃત હાલતમાં મળતા તર્કવિતર્ક

યુવાનના મોઢા માંથી ફીણ નીકળી રહ્યું હતું.

અંકલેશ્વર શહેર બસ ડેપો સામે અજાણ્યા ઈસમ મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુવાનના મોઢા માંથી ફીણ નીકળી રહ્યું હતું. જે જોતા ઝેરી દવા ગટગટાવી હોવાની આશંકા વ્યક્ત કરાય હતી. પોલીસ દ્વારા પ્રાથમિક અકસમાત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અંકલેશ્વર શહેર બસ ડેપો બહાર લારી પર આજરોજ એક અજાણ્યો ૩૫ વર્ષીય ઈસમ મૃત હાલત જોવા મળ્યો હતો સ્થાનિક રહીશો દ્વારા શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો.

યુવાનના મોઢામાં માંથી ફીણ નિકળી રહ્યું હતું જે જોતા કોઈ ઝેરી દવા ગટગટાવી હોવાની પણ આશંકા વ્યક્ત કરાય હતી. પોલીસે પ્રાથમિક અકસમાત મોતનો ગુનો દાખલ કરી મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. અને પી.એમ રિપોર્ટ આધારે આગળ કાર્યવાહી આરંભશે. એ પૂર્વે મૃતક યુવાન કોણ છે. તેના પરિજનોની પોલીસ દ્વારા શોધખોળ આરંભી હતી.

Latest Stories