/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/1-11.jpg)
અંજાર તાલુકાના દુધઈ ગામે નેશનલ હાઈવે પર આવેલી હોટલોના સંચાલકો દ્વારા કરાયેલા દબાણને દુર ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હાઈવે પર ત્રણ હોટલોએ કરેલા દબાણ ઉપર તંત્રએ જેસીબી ફેરવી દીધું છે.
ભુજ-ભચાઉ હાઈવે પર દુધઈ ગામે હાઈવે ઉપર આવેલી અલારખ્ખા હોટલ ૧ અને ર તેમજ મુરલીધર હોટલ દ્વારા દબાણ કરાયું હોવાની ફરિયાદ તંત્રને મળી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પીજીવીસીએલના સ્ટાફને સાથે રાખીને વીજ કનેકશન કટ કરીને અનઅધિકૃત રીતે કરાયેલું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. લોકોના કહેવા પ્રમાણે, અલ્લારખા હોટલ ભુજ ભચાઉ જતા માર્ગ પર આવતી પ્રખ્યાત ચાની હોટલ છે, પણ છેલ્લા લાંબા સમયથી અહીં અસામાજિક પ્રવૃતિઓ થતી હોવાની ફરિયાદો બાદ કલેકટરના આદેશથી હોટલ તોડવામાં આવી છે.