New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/unnamed-20.jpg)
છત્તિસગઢમાં નક્સલ પ્રભાવિત જિલ્લા સુકમામાં અગિયારમી માર્ચે માઓવાદીઓના હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના બાર જવાનોના પરિવારને મદદ કરવા અભિનેતા ખેલાડી અક્ષયકુમાર આગળ આવ્યો છે ,અક્ષયે આ બાર શહીદોના પરિવારને પ્રત્યેકને નવ લાખ રૂપિયાની આર્થિક સહાય પુરી પાડી છે.
કુલ 1.08 કરોડ રૂપિયા અક્ષયકુમાર આ બાર જવાનોના પરિવારને ચૂકવ્યા હોવાનો અહેવાલ છે. અગિયારમી માર્ચે પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણી બાદના પરિણામ એટલે કે મતગણતરી દરમિયાન જ સુકમામાં માઓવાદીઓએ હુમલો કર્યો હતો.
જેમાં બાર જવાનો શહીદ થયા હતા જયારે અન્ય ત્રણ જવાનોને ઇજા થઈ હતી.આ હુમલા બાદ દુ:ખી સીઆરએફના લગભગ ત્રણ લાખ જવાનોને આ વર્ષની હોળીની ઉજવણી નહોતી.
Latest Stories