/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/27190609/02-7.jpg)
“ ઉનકે દેખને સે
જો આ જાતી હૈ મુહ પર રોનક, વો
સમજતે હૈ કી બિમાર કા હાલ ચાલ અચ્છા હૈ “
સહિતની અનેક શાયરીઓના રચિયતા
મિરઝા ગાલીબની આજે જન્મજયંતિ છે. તેમનો જન્મ 27મી ડીસેમ્બર 1797ના રોજ ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે થયો હતો. તેમને
બાળપણથી જ શાયરીનો શોખ હતો. તેઓ માત્ર 12 વર્ષની ઉમંરથી શાયરીઓ લખતાં થઇ ગયાં હતાં.
તેમણે શરૂઆત ફારસી
ભાષાના શેરથી કરી હતી. તેમના લખેલા શેર આજે પણ લોકોની સ્મૃતિમાં અંકિત થઇ ચુકયાં
છે. તેમને નાનપણમાં જ ફારસી સાહિત્યનું સાનિધ્ય મળ્યું હતું. તેઓ બિન સાંપ્રદાયિક
હતાં અને પરંપરાગત ધર્મમાં માનતા ન હતાં. મિરઝા ગાલીબના જીવનથી લોકો બહુ પરિચિત ન
હોવાના કારણે તેમની ગઝલોને સમજવામાં લોકો ભુલ કરતાં હોય છે. ગાલીબ જે રીતે તેમના
સમયના ગઝલકારોથી અલગ તરી આવતાં હતાં તે રીતે તેમનું જીવન પણ અન્ય લોકો કરતાં અલગ
હતું.
ગાલીબની રચનાઓ
તેમના જીવનમાં આવેલાં વળાંકોને દર્શાવી રહયાં છે. તેઓ પરંપરામાંથી મુકત થઇને
આધુનિક જીવન શૈલી તરફ જવા માંગતાં હતાં અને તેમનો સંઘર્ષ પણ તેમની રચનાઓમાં જોવા
મળે છે. તેઓ પ્રેમ, જીવન ચિંતન
તથા આધાત્મય રહયાં હતાં. ઉર્દુમાં તેમણે 235થી વધારે ગઝલો લખી છે. 15 ફેબ્રુઆરી 1869ના રોજ આ મહાન શાયરે દુનિયામાંથી વિદાય લીધી હતી.
તેમની જન્મજયંતિ નિમિત્તે તેમનો એક શેર અત્રે પ્રસ્તૃત છે.
“ હજારો ખ્વાઇશે એસી હૈ કી હર બાર ખ્વાઇશ પે દમ નીકલે,
બહુત નિકલે મિરે અરમાન લેકીન ફીર ભી
કમ નીકલે “