ભાવનગર : શ્રમજીવી પરિવારની યુવતી પર દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકારતી સેશન્સ કોર્ટ

શ્રમજીવી પરિવારની યુવતી પર બળાત્કારના આરોપીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. વધુમાં, ફરિયાદીને વળતર પેટે રૂપિયા 4 લાખ ચૂકવવાનો પણ હુકમ કર્યો

New Update
  • મહુવામાં દુષ્કર્મના કેસનો મામલો

  • શ્રમજીવી પરિવારની યુવતી બની હતી ભોગ

  • કોર્ટે આરોપીને ફટકારી સજા અને દંડ

  • સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની ફટકારી સજા

  • ફરિયાદીને રૂ.4 લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ  

ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં બનેલા દુષ્કર્મના ગંભીર કેસમાં કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. બળાત્કારના આરોપી સામે અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. વધુમાંફરિયાદીને વળતર પેટે રૂપિયા 4 લાખ ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

ભાવનગરના મહુવા તાલુકાના શનિદેવ મંદિર પાસે રહેતા નવાબખાન હુસેનભાઈ પઠાણ નામના શખ્સે,મૂળ પાલીતાણા વતની અને મહુવામાં મજૂરી કામ કરતા પરિવારની 18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ બનાવ બાદ ભોગ બનનારે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સામે બળાત્કાર સહિતના ગુના હેઠળ ધરપકડ કરી હતી.

આ ગુનાનો કેસ મહુવાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ  અતુલકુમાર એસ. પાટીલની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી સામે આજીવન કેદની સજા તેમજ રૂપિયા 10,000 નો દંડ ફટકારાયો છે. સાથે સાથે પીડિતાને વિક્ટિમ કોમ્પેન્સેશન યોજના 2019 હેઠળ રૂપિયા 4,00,000નું વળતર ચુકવવાનો પણ અદાલતે ચુકાદો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે આરોપી નવાબખાન હુસેનભાઈ પઠાણ અગાઉ પણ પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની કેદની સજા ભોગવી રહ્યો છે. તે જામીન ઉપર છૂટ્યા બાદ તેને ફરીથી દુષ્કર્મને અંજામ આપતા ગંભીર ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

દુષ્કર્મના બે અલગ અલગ કેસમાં આરોપી સામે સરકાર પક્ષે સરકારી વકીલ કમલેશ કેસરી દ્વારા અસરકારક દલીલો કરવામાં આવી હતી. અદાલતે બંને કેસમાં તેમની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને કડક સજા ફટકારી છે.

Latest Stories