New Update
આજે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ
ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા
સનાતન ધર્મ પરિવાર દ્વારા ઉજવણી કરાય
ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ આપી હાજરી
ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા ગુરુપૂર્ણિમાના પર્વની ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુઆશ્રમ રામેશ્વર મહાદેવ મંદિર નજીક ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પાવન અવસરે પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તોનો ઘસારો જોવા મળ્યો.વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સનાતન ધર્મ પરિવારના ધનજી પરમાર અને બલદેવ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભજન સંધ્યા, પૂજા-અર્ચના અને ગુરુવંદના ગુંજ્યાં હતાં. ભક્તોએ ગુરુ પરંપરાની મહત્તા પર પ્રવચનો સાંભળીને આધ્યાત્મિક અનુભૂતિ કરી.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત શહેરના અનેક અગ્રણીઓએ પણ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા. ઉપરાંત, લાયન્સ ક્લબ અંકલેશ્વર અને સનાતન ધર્મ પરિવારના સહયોગથી મેડિકલ કેમ્પ તથા આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Latest Stories