/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/46d217e6-bfb7-408f-bc1b-f406108624bf.jpg)
આમોદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન સફળતા મળી હતી, અને ચોરીની બાઈક સાથે ઝડપાયેલા એક શખ્સની તપાસમાં વધુ એક ઈસમને ઝડપી પાડવામાં પણ પોલીસ સફળ રહી હતી.
આમોદ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ ચોરીનું બાઈક લઈને પસાર થઈ રહ્યો છે. જેના આધારે પોલીસે તેને સમા ચોકડી પાસે રોકી બાઈકના જરૂરી દસ્તાવેજી પુરાવા માગ્યા હતા.પરંતુ તે પોલીસને યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યો નહતો.પોલીસ દ્વારા બાઈકના રજીસ્ટ્રેશન નંબર પર થી તપાસ કરતા બાઈકોનો નંબર ખોટો હોય જેથી ચેસીસ નંબર થી તપાસ કરતા બાઈક નો સાચો નંબર જીજે ૧૬ બીઈ ૧૮૧૨ હોવાનું જાણવા મળ્યુ હતુ. આમોદ ખાતે થી તારીખ ૨૨ મે ના રોજ આ બાઈક ચોરાઈ હોવાનું પણ જાણવા મળ્યુ હતુ.
પોલીસે અમલેશ્વરના રહેવાસી વિજય રાઠોડની અટકાયત કરીને તેની સઘન પુછપરછ કરી હતી. અને વિજય રાઠોડે પુછપરછમાં આ બાઈક તેને અમલેશ્વર ખાતે રહેતો તેનો મિત્ર સુરેશ લક્ષ્મણ રાઠોડ પાસે થી ખરીદી હોવાનું જણાવતા પોલીસે પણ તેની અટકાયત કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.