આવતીકાલે પ્રથમ ટેસ્ટ મેચ બાંગ્લાદેશ સામે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે

New Update
આવતીકાલે પ્રથમ ટેસ્ટ મેચ બાંગ્લાદેશ સામે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે

આવતીકાલે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, ‘ક્લીન સ્વીપ’ની હેટ્રિક બનાવવા ઉતરશે ભારતીય ક્રિકેટ ટીમ. ગુરૂવારે બાંગ્લાદેશ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆત કરશે. પ્રથમ ટેસ્ટ મેચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ છેલ્લી બે ટેસ્ટ સીરિઝમાં ક્લિન સ્વીપ કરી ચૂકી છે.

ત્યારબાદ ઘરેલું સીરિઝમાં સાઉથ આફ્રિકાને 3-0થી હાર આપી હતી. હવે ટીમ ઇન્ડિયા પાસે સતત ત્રીજી સીરિઝમાં ક્લીન સ્વીપ કરવાની તક છે. જો એમ થશે તો આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટીમ ઇન્ડિયા 120 અંક હાંસલ કરી લેશે.

ભારત ચેમ્પિયનશીપમાં 240 અંક સાથે પ્રથમ નંબર પર છે.ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી  અને વાઇસ કેપ્ટન રહાણે બંન્ને સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશને નબળી ટીમ નહી આંકે. ટી-20 સીરિઝની પ્રથમ મેચમાં બાંગ્લાદેશે ભારતને હાર આપી હતી. જોકે, ભારતે બાદની બે મેચ જીતીને સીરિઝ પર કબજો જમાવ્યો હતો.આ ટેસ્ટમાં એકવાર ફરી તમામની નજર રોહિત શર્મા પર રહેશે.