![jaduu]](https://img-cdn.publive.online/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/07/04/jaduu-2025-07-04-13-32-26.png)
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 211 રનમાં 5 વિકેટ પડ્યા બાદ બેટિંગ કરવા આવેલા ડાબા હાથના બેટ્સમેનએ શાનદાર અડધી સદી ફટકારી. આ અડધી સદીના કારણે જાડેજાએ WTCના ઇતિહાસમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી.
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જાડેજા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં 2000 અને 100 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેને WTCમાં 2000 રન પૂરા કરવા માટે 79 રનની જરૂર હતી. જાડેજાએ 89 રનની શાનદાર ઇનિંગ્સ રમીને આ ખાસ સિદ્ધિ હાંસલ કરી.
ગિલ સાથે 203 રનની ભાગીદારી
જાડેજાએ ઇંગ્લેન્ડના બોલરો સામે બહાદુરીથી લડત આપી અને કેપ્ટન શુભમન ગિલ સાથે 203 રનની શાનદાર ભાગીદારી કરી. તેમણે WTCના ઇતિહાસમાં 41 મેચ રમી છે અને 40 ની સરેરાશથી 2010 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમણે 25.92 ની સરેરાશથી 132 વિકેટ પણ લીધી છે, જેમાં છ પાંચ વિકેટ અને એટલી જ સંખ્યામાં ચાર વિકેટનો સમાવેશ થાય છે.