કંડારી ગામ નજીક આઇશર ટેમ્પો ટ્રેક્ટર પાછળ ઘુસી જતા એકનું કરૂણ મોત

New Update
કંડારી ગામ નજીક આઇશર ટેમ્પો ટ્રેક્ટર પાછળ ઘુસી જતા એકનું કરૂણ મોત

ને. હાઇવે નંબર ૪૮ પર આવેલા કરજણ ત‍ાલુકાના કંડારી ગામ નજીક એક આઇશર ટેમ્પો ટ્રેકટર પાછળ ઘૂસી જતા ટ્રેક્ટર પલટી ખાઇ જતા ટ્રેકટરમાં સવાર ત્રણ પૈકી એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે ટ્રેક્ટરમાં બેઠેલા અન્ય બે નો આબાદ બચાવ થવા પામ્યો હતો.

નેશનલ હાઇવે પર આવેલા કરજણના કંડારી ગામ નજીક ગુરુવારના રોજ વહેલી સવારે ૩.૪૫ વાગ્યાની આસપાસ વડોદરાથી પાણીનું ટેન્કર ટ્રેક્ટર નંબર જીજે - એચ - ૭૭૩૪ લઈ કરજણ તરફ આવી રહેલા ગીરધારી જયનારાયણ ઉપાધ્યાય રહે. અલ્તવા તા. મકરાણા જિ. નાગોર રાજસ્થાન, શિવરાજ સિંહ કેશવસિંગ ગુજ્જર રહે નયાગામ તા. વિજયપુર જિ. શિયાપુર એમ પી તેમજ ચાલક જીતેન્દ્ર રાધેશ્યામ પંચારીયા રહે. અલ્તવા તા. મકરાણા જિ. નાગૌરનાઓના ટ્રેક્ટર પાછળ ચાલી રહેલા આઇસર ટ્રક નંબર જીજે - ૧૫ - એટી - ૭૪૪૪ ના ચાલકે ટેન્કર ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતાં ટ્રેકટર પલટી ખાઇ ગયુ હતું.

ટ્રેક્ટરમાં બેઠેલા ગીરધારી તથા શિવરાજસિંહ તથા ટ્રેક્ટર ચાલક જીતેન્દ્ર ટ્રેક્ટરમાંથી ફંગોળાઈને નીચે પડી ગયા હતા. ફંગોળાઈ ગયેલા ગીરધારી નામનો ઇસમ ટેન્કર ટ્રેક્ટર નીચે દબાઈ જતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું જ્યારે અન્ય બે નો આબાદ બચાવ થવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક ગીરધારીના મૃતદેહને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. અકસ્માત સંદર્ભે જિતેન્દ્ર રાધેશ્યામ પંચારીયાએ આઇસર ચાલક વિરૂદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories