/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/01-39.jpg)
કચ્છનાં દરિયાઇ વિસ્તારમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયાની ઘટના બાદ સીમા સુરક્ષા દળ હાઈએલર્ટ ઉપર છે. ક્રીકમાં જયાં એકતરફ ધુસણખોરીની ઘટનાને નિષ્ફળ કરવાની કોશિશ થઇ રહી હતી. ત્યાં ક્રીક એરિયામાં સર્ચ ઓપરેશન કરી રહેલી પશ્ચિમ કચ્છ પોલીસની ટીમને સુગરનાળા પાસેથી બીજા દિવસે વધુ ડ્રગ્સના પાંચ પેકેટ મળી આવ્યા છે.
કચ્છનાં જખૌ દરિયાઇ વિસ્તારમાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ પશ્ચિમ ક્ચ્છ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ રાખતા 15 કરોડનું ડ્રગ્સ મળી આવ્યા બાદ આજે ફરી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું છે. કચ્છની પાકિસ્તાન સાથેની અડીને આવેલી દરિયાઈ ક્રીક સીમામાં પોલીસને સર્ચ દરમિયાન બે જુદા જુદા સ્થળેથી શંકાસ્પદ ડ્રગ્સના પાંચ પેકેટ મળી આવ્યા છે.પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ક્રીક એરિયામાં કરવામા આવી રહેલા સર્ચ ઓપરેશનમાં અંદાજિત ચાર કરોડની કિમતના ડ્રગ્સના પાંચ પેકેટ મળી આવ્યા છે. જેને તપાસ માટે એફએસએલમા મોકલાયા છે.હજી ગઈકાલે જ અહીંથી ડ્રગ્સના ત્રણ પેકેટ મળી આવ્યા હતા હજી પણ આ વિસ્તારમાં ડ્રગ્સના પેકેટ હોવાની શક્યતા છે.જખૌમાં પકડાયેલા ડ્રગ્સ પૈકીનો આ જથ્થો હોવાની શક્યતા છે.
દરમિયાન આજે હરામીનાળા વિસ્તારમાંથી બે પાકિસ્તાની ઘૂસણખોરો ભારતીય વિસ્તારમાં ઘૂસતા ઝડપાઇ ગયા હતા.બી.એસ.એફ.ના જવાનોએ પાકિસ્તાની બોટ પણ કબ્જે કરી છે. હાલ વિવીધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ આરંભાઈ છે.