Connect Gujarat
ગુજરાત

કચ્છ : હરામીનાળા ક્રિકમાંથી પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ સાથે બે માછીમારો ઝડપાયા

કચ્છ : હરામીનાળા ક્રિકમાંથી પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ સાથે બે માછીમારો ઝડપાયા
X

કચ્છની સંવેદનશીલ મનાતી હરામીનાળા ક્રિકમાંથી પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ સાથે બે માછીમારો ઝડપાયા હતા.હરામીનાળા વિસ્તારમાં ઇન્ટરનેશનલ બોર્ડર નજીક આ બોટ ઝડપાઇ હતી. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાનની માછીમારી બોટ અને બે ઘુષણખોર ઝડપાયા હતા.પ્રાથમિક તપાસમાં બંને શખ્સો માછીમારો હોવાનું સામે આવ્યું હતું.

બોટમાંથી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી હાલમાં પાકિસ્તાની માછીમારો અને બોટને કબજે લઈ બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.આ પાકિસ્તાની બોટમાં ઝડપાયેલા બે માછીમારોના નામ અહમદ અને હમજા છે.

Next Story