કરજણ: કલ્લા ગામે સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો, ૮૦ યુગલોએ ભાગ લઇ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો

New Update
કરજણ: કલ્લા ગામે સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો, ૮૦ યુગલોએ ભાગ લઇ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો

કરજણ તાલુકાના કલ્લા ગામમાં ફેસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દસમાં સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. જેમાં ૮૦ યુગલોએ ભાગ લઇ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો.

કરજણ તાલુકાના કલ્લા ગામમાં રવિવારના રોજ ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દસમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુબારક પટેલે ટ્રસ્ટ દ્વારા ચાલતી વિવિધ સમાજ ઉપયોગી સેવાકીય સેવાઓનો હાજરજનોને રસપ્રદ ચિતાર આપ્યો હતો. ત્યારબાદ મુખ્ય વક્તા અને ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સૈયદ વહીદ અલી બાવા સાહેબે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે જે લોકો શિક્ષિત છે તે પોતે પણ સુધરે છે અને સમાજને પણ સુધારે છે. સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર દુલ્હનની માતાઓને મુબારકબાદી આપું છું.

સાંપ્રત સમયમાં શિક્ષણના મહત્વ વિશે તેઓએ ખાસ ભાર મૂક્યો હતો. સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનારા ૮૦ યુગલોને મુંબઈના હારૂનભાઇ ચુનાવાલા તરફથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેટ સોગાદ રૂપે અર્પણ કરાઇ હતી સૈયદ વહીદ અલી બાવા સાહેબે ૮૦ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. અંતમાં પે ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક સૈયદ મુશ્તાકઅલી બાવા સાહેબે દુઆઓ સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી બશીર પટેલ, શાળાના આચાર્ય જાફર દિવાન, ફૈજ યંગ સર્કલના યુવાનો તથા યુવતીઓએ સમગ્ર કાર્યક્રમમાં ખડેપગે હાજર રહી ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ૮૦ યુવતીઓએને તેઓના સ્વજનોએ જ્યારે સજળ નયનો સાથે વિદાય આપી ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

Latest Stories