Connect Gujarat
ગુજરાત

કરજણ તાલુકાના સાંપા ગામની પ્રાથમિક શાળામાં ૨૪મી રક્તદાન શિબિર યોજાઇ

કરજણ તાલુકાના સાંપા ગામની પ્રાથમિક શાળામાં ૨૪મી રક્તદાન શિબિર યોજાઇ
X

શૈક્ષણિક, સામાજિક અને સેવાક્ષેત્રે અગ્રેસર ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી સેવાલક્ષી કાર્યો સમયાંતરે થતા રહે છે. જે અંતર્ગત રવિવારના રોજ કરજણના સાંપા ગામની પ્રાથમિક શાળામાં ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ હતી. શિબિરનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો. ત્યારબાદ કરજણ - શિનોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલી સેવાકિય કાર્યો પર રસપ્રદ માહિતી પુરી પાડી સંસ્થા દ્વારા ચાલતી સમાજ ઉપયોગી સેવાકિય કાર્યોની પ્રશંસા કરી શુભાશિષ પાઠવ્યા હતા.

ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના આદ્યાસ્થાપક પીરે તરીકત સૈયદ અલ્હાજ મુસ્તાક અલી બાવા સાહેબ અને સૈયદ અલ્હાજ વાહિદ અલી બાવા સાહેબની નિગરાનીમાં ચાલી રહેલા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ સાંપા દ્વારા દરવર્ષે રક્તદાન શિબિરનું આયોજન થતું રહે છે અને તેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી માનવસેવાના એક ભગીરથ કાર્યમાં સહભાગી થાય છે. આયોજિત રક્તદાન શિબિરમાં કુલ 200 યુનીટ બ્લડ એકત્રિત કરાયું હતું. જેમાં જલારામ બ્લડ બેંક ને ૧૩૦ યુનીટ અને અેસ. અેસ.જી બ્લડ બેંક ને ૭૦ યુનીટ બ્લડ અર્પણ કરાયું હતુ.

રક્તદાન શિબિરમાં વિશેષ અતિથિ તરીકે નિવૃત આર્મી અોફીસર સૈયદ સાકીરઅલી, મોઇન ભાઇ વ્હોર, યુનુસભાઇ અમદાવાદી, અક્ષયભાઇ પટેલ, નીલાબેન ઉપાધ્યાય, કીરીટ સિંહ જાડેજા, આરીફભાઇ સૈયદ, ડો.મહંમદહુસેન, ડો. ઇસ્માઇલ પાલા, જુબેર ગોપલાણી તેમજ કરજણ તાલુકા પંચાયત અધ્યક્ષા દિપ્તિબેન ભટ્ટ, ઉપાધ્યક્ષા રેહાનાબેન તેમજ ગામના સરપંચ ઇકબાલ ભાઇ, પૂર્વ સરપંચ અૈયુબ ભાઇ, અને ટ્રસ્ટના રફીકભાઇ શેખ અને હુસેનભાઇ સાલેહ ઉપસ્થિત રહયા હતા. સાંપા ફૈઝ યંગ સર્કલના સદસ્યોએ ખુબ સારી જહેમત ઉઠાવી રક્તદાન શિબિરને સફળ બનાવી હતી

Next Story