ગોધરા : રેલ્વે સ્ટેશન પર દારૂના જથ્થાને પકડતી વિજિલન્સ,બુટલેગર મહિલા ફરાર 

New Update
ગોધરા : રેલ્વે સ્ટેશન પર દારૂના જથ્થાને પકડતી વિજિલન્સ,બુટલેગર મહિલા ફરાર 

મળતી માહિતી મુજબ દારૂનો જથ્થો અનાસ રેલ્વે સ્ટેશન ઉપરથી આ ટ્રેનમા ચઢાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

ગુજરાતમાં ચૂસ્ત દારૂબંધીના અમલની આલબેલો વચ્ચે બૂટલેગરો અવનવા નુસ્ખાઓ અપનાવીને શરાબના જથ્થાબંધ વ્યાપારને ધમધમતો રાખવાના એક વધુ ચોંકાવનારા પ્રકરણમાં સૌથી સલામત કહેવાતા રેલ્વે માર્ગ પસંદ કરીને દેહરાદુન થી બાંન્દ્રા ( મુંબઈ ) જતી ટ્રેનમાંથી ૬ કોથળાઓ ભરીને શરાબનો જથ્થો લઈ જવાના ષડયંત્રનો પર્દાફાશ ગાંધીનગર સ્કોવોર્ડ સ્ટેટ મોનિટરીંગ સ્કવોર્ડ દ્વારા ઓપરેશન ગોધરા રેલ્વે સ્ટેશનમાં કરતા રેલ્વે પોલીસ તંત્રમાં ભારે ગોધરા સ્તબ્ધતાઓની દોડધામો સર્જાઇ હોવાના દ્રશ્યો આજ બપોરના અરસા માં ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર દેખાતા હતા.

ભારતીય રેલ્વે તંત્ર હંમેશા સલામત સુરક્ષાની ખાતરીઓ વચ્ચે દરેક ટ્રેનોમાં રેલ્વે પોલીસ તંત્રના સર્વેલન્સના કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે . એમાં સંદિગ્ધ અને આંતકવાદિ કૃત્યોના ચહેરાઓ ઉપર રેલ્વે પોલીસ તંત્રની બાજ નજરો રહેતી હોવાના દાવાઓ કરવામાં આવે છે. આ વચ્ચે ટ્રેનો મારફતે ગુજરાતમાં શરાબનો જથ્થો ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા ગરીબ આદિવાસીઓનો અને એમા પણ મુખ્યત્વે મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચોકકસ બાતમીના આધારે આજે બપોરના સમયે ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ સ્કોવોર્ડના હેડ કોન્સટેબલ નરવતસીંહ અને અન્ય કર્મચારીઓ એસ.આર.પી. બંદોબસ્ત સાથે ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ પર ચૂપચાપ આવીને દહેરાદુન થી બાંન્દ્રા ( મુંબઈ ) તરફ જતી ટ્રેનની રાહ જઈ રહ્યા હતા.

જેવી દહેરાદુન - બાંન્દ્રા ટ્રેનગોધરા રેલ્વે સ્ટેશન ઉપર આવતા વેંત સ્ટેટ વિજીલન્સ સ્કવોર્ડનો કાફલો ચોક્કસ બાતમી વાળા કોચમાં ઘુસી જઈ મજૂરી કામ અર્થે જતા પોટલાઓના દેખાવમાં રહેલા ૬ કોથળાઓ શોધીને તપાસ હાથ ધરતા અન્ય મહિલાઓ અને ઈસમો ડબ્બામાંથી છટકી ગઈ હતી. પરંતુ એક આદિવાસી યુવતિ ઝડપાઈ જતા શરાબના આ કોથળાઓ સાથે યુવતિને ઝડપી લેવામાં સ્ટેટ વિજીલન્સ સ્કવોર્ડને સફળતા મળી હતી. આ છ કોથળાઓમાં ભરેલા અંદાઝે ૬૦૦ ઉપરાંત વિદેશી શરાબના કવાર્ટરીયા, મધ્યપ્રદેશ સરહદના અનાસ રેલ્વે સ્ટેશન ઉપરથી આ ટ્રેનમાં ચઢાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ સ્કવોર્ડ દ્વારા દહેરાદુન - બાંન્દ્રા ટ્રેનમાંથી શરાબ ભરેલા ૬ કોથળાઓ ઝડપી પાડયા હોવાના દ્રશ્યો જોયા બાદ ગોધરા રેલ્વે પોલીસ તંત્ર અને સર્વેલન્સ સ્કવોર્ડના ભલભલા કર્મચારીઓ અદ્રશ્ય થઈ જવા માટે હિલચાલો કરી રહ્યા હોવાના દ્રશ્યો દેખાયા હતા.

Latest Stories