New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/IMG-20170911-WA0037.jpg)
ભરૂચ જીલ્લાનાં જંબુસરનાં કોંગ્રેસનાં નેતા અને પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા વિધિવત રીતે ભાજપમાં જોડાય ગયા છે. જેના કારણે આવનાર સમયમાં આ બેઠક પર રાજકીય ઉથલ પાથલ થવાનાં એંધાણ વર્તાય રહ્યા છે.
ભરૂચ જીલ્લાની જંબુસર વિધાનસભાની બેઠકને લઈને ભારે અટકળોનો દોર શરુ થયો છે, કારણ કે કોંગ્રેસનાં નેતા અને પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ વિધિવત રીતે ભાજપનાં કેસરી રંગે રંગાઈ ગયા છે.
ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે કિરણ મકવાણા સહિત અન્ય કોંગ્રેસનાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેના કારણે ભરૂચ જિલ્લા કોંગ્રેસને ભારે ફટકો પડયો છે.
ઉલ્લેખનીય છે કે કિરણ મકવાણા ભાજપમાં જોડાતા હવે જંબુસર બેઠકને લઈને ચર્ચાનો દોર શરુ થયો છે, વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ અન્ન નાગરિક પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીની ટિકિટને લઈને પણ હવે અટકળો શરુ થઈ છે.
Latest Stories