જંબુસર થી ભરૂચ તરફ આવતી એસ.ટી બસ અને ટ્રક વચ્ચે આમોદ નજીક અકસ્માત :૧૦ થી વધુ મુસાફરો ઘાયલ

New Update
જંબુસર થી ભરૂચ તરફ આવતી એસ.ટી બસ અને ટ્રક વચ્ચે આમોદ નજીક અકસ્માત :૧૦ થી વધુ મુસાફરો ઘાયલ

ભરૂચ ડેપોની જંબુસરથી ભરૂચ તરફ આવતી એસ.ટી.બસને આમોદ નજીક ટ્રક સાથે અકસ્માત નડતા બસમાં સવાર ૧૦ થી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા તે તમામને સારવાર અર્થે બીજી એસ.ટી બસ મારફત ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાયા હતા.

પ્રાપ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર ગુજરાત સરકાર માર્ગ વાહન નિગમ દ્વારા યાતાયાતની સુવિધા વધે તે માટે મીની બસ શરૂ કરવામાં આવી હતી.જંબુસરથી ભરૂચ તરફ વડોદરા ભરૂચ ઇન્ટરસીટી મુસાફરો ભરી આવતી એસ.ટી. બસ નંબર GJ-18-4904 ના ચાલકે આમોદ નજીક સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા તે આગળ ચાલતી ટ્રક GJ-11-X-8272 સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બસના આગળના કાચ તુટવા સાથે બસના ચાકની બીજી બાજુનો ખુરદો બોલી જવા પામ્યો હતો. આ અકસ્માતમાં મીની બસમાં સવાર ૧૦થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે બીજી મીની બસ મારફતે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.ઘટનાની જાણ પોલીસને તેમજ એસ.ટી. વિભાગને કરાતા તેમણે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories