/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/WhatsApp-Image-2018-06-22-at-11.13.14-PM.jpeg)
નાઈટ શિફ્ટની નોકરી માટે જઈ રહેલા ડભાસા ગામાના યુવાનને માર્ગમાં કાળ ભેટ્યો
પાદરા તાલુકાના ડભાસા ગામના યુવાનને નોઈટ શિફ્ટની નોકરી માટે જતાં માર્ગ અકસ્માત નડ્યો હતો. ટ્રક ચાલકે જંબુસર વડોદરા હાઈવે ઉપર આવેલી ઉચ્છબ જૈયનીલ હોટલ પાસે અકસ્માત સર્જાતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જક ટ્રક ચાલક ફરાર થઈ જતં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ભાગી છૂટેલા ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચર્કો ગતિમાન કર્યા છે.
જંબુસર-વડોદરા હાઈવે ઉપર ગત રાત્રિનાં સમયે ઉચ્છબ જૈયનીલ હોટેલ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાદરા તાલુકાના ડભાસા ગામનો યુવાન વિમલકુમાર પોતાની બાઈક લઈને નોકરી ઉપર નાઈટ ડ્યુટી માટે જઈ રહ્યો હતો. દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે તેની બાઈકને ટક્કર મારતાં રોડ ઉપર પટકાયો હતો. ગંભીર ઈજાને પગલે તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી લાશનો કબજો લઈ પીએમ અર્થે મોકલી આપી હતી. જ્યારે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.