જામનગરમાં સિંધી સમાજ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શહેરના નાનકપુરીથી પ્રદર્શન મેદાન સુધી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. જે પ્રદર્શન મેદાન સુધી પહોંચ્યા બાદ રાવણ દહન કરવામાં આવ્યું હતું

જામનગરના સિંધી સમાજ દ્વારા આજે રાવણ દહન નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેકટર ઊંટગાડી ઘોડા ગાડી વગેરેમાં જુદા જુદા 25 થી વધુ સુંદર અને આકર્ષક ફોલટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને દેવી દેવતાઓ ઉપરાંત મહાભારતના પાત્રો સૂરવિર રાજવીઓ રાજકીય આગેવાનો સહિતના પાત્રોની વેશભૂષા યોજવામાં આવ્યા હતા.

 

આ શોભાયાત્રા સાંજે પ્રદર્શન મેદાનમાં પહોંચી હતી. જ્યાં સિંધી સમાજના અગ્રણીઓ જામનગરના રાજકીય આગેવાનોની હાજરીમાં રાવણ તેમજ કુંભકર્ણ અને મેઘનાથના 30 ફૂંટ ઊંચાને 15 ફૂટ પહોળા પૂતળાઓનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિહાળવા માટે જામનગર ના શહેરીજનોએ ખૂબ બહોળી સંખ્યા માં નિહાળવા માટે આવ્યા હતા.

 

LEAVE A REPLY