Connect Gujarat
ગુજરાત

જામનગર :  PMના જન્મદિવસે બાલાચડી બીચ પર સફાઇ અભિયાન 

જામનગર :  PMના જન્મદિવસે બાલાચડી બીચ પર સફાઇ અભિયાન 
X

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી ના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. બાલાચડી બીચ પર ગણેશ વિસર્જન બાદ રઝળતા પડેલા અવશેષો વીણી તેનો યોગ્ય રીતે નિકાલ કરાયો હતો.

જામનગરમાં પર્યાવરણ પ્રેમી સંસ્થા નવાનગર નેચર ક્લબ, મરીન નેશનલ પાર્ક અને કોલેજના વિધ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. શહેરના બાલાચડી બીચ પર ગણેશ મહોત્સવ દરમિયાન પધરાવવામાં આવેલી ગણેશજીની મુર્તિના અવશેષોની સફાઇ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સૂત્ર સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન સૂત્ર ને સાકાર કરવા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવમાં પીઓપી માંથી બનેલી હજારો મૂર્તિઓ નું વિસર્જન આ દરિયામાં કરવામાં આવે છે પરંતુ પીઓપીમાંથી બનેલી મૂર્તિનું વિસર્જન દરિયા માં કરવાથી તેના કેમિકલ થી અનેક દરિયાઈ જીવ સૃષ્ટિ ને નુકશાન પહોંચે છે. મંગળવારે હાથ ધરાયેલા સફાઇ અભિયાનમાં 350થી વધારે લોકો જોડાયા હતાં અને બીચ પરથી 30 ટનથી વધારે કચરો સાફ કરાયો હતો.

Next Story