જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ઓછા બાળકો હોય તેવા વર્ગો બંધ કરવા

New Update
જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ઓછા બાળકો હોય તેવા વર્ગો બંધ કરવા

ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ અને ૭ માં ઓછા બાળકો હોય તેવા વર્ગો બંધ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરમાન કરતા જ જિલ્લાની ૫૪ શાળા ના ૬ અને ૭ના વર્ગો બંધ થશે. શિક્ષણાધિકારીના આદેશના પગલે ૬૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓના ભાવી સામે જોખમ ઉભુ થવા પામ્યું છે.

ખાનગી શાળાના વધતા ચલણ વચ્ચે સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓનો મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપ હવે પ્રાથમિક શાળાઓ બંધ કરવાની કે વર્ગો બંધ કરવાની સ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ૯ શાળા મર્જ કરી ૯ શાળા બંધ કરવાના વિવાદ વચ્ચે જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાઓમાં હવે વર્ગો બંધ કરવાનો વિવાદ ઉભો થયો છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલી રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકનો આધાર અને સૂચના મૂકી નિર્ણય કર્યો છે. જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ઠરાવને મળેલી મંજૂરી આધારે ધોરણ ૬ અને ૭ માં ૩૦ થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવા વર્ગો બંધ કરવા અને તે વિદ્યાર્થીઓને નજીક ની પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવવાની સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત જે શાળામાં ધોરણ ૧ થી ૫ ઉપરાંત ધોરણ ૬ થી ૭ ચાલે છે અને ઉપલા વર્ગ ધોરણ ૬ અને ૭ માં વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રાથમિક શાળાઓ ધોરણ ૬ અને ૭ માં સરેરાશ ૬ થી ઓછી સંખ્યા હોય તેમજ શાળા કુલ ૩૦ થી ઓછા વિદ્યાર્થીઓ હોય તે માટે ધોરણ ૬ અને ૭ના વર્ગ બંધ કરવાની દરખાસ્ત આધારો સાથે સંબંધિત પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે કચેરીમાં દિન ૭ માં રજુ કરવાની રહેશે. તેવો લેખિત હુકમ કર્યો છે.

શાળાઓ બંધ કરવાના હૂકમ વિષે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયાએ જણાવ્યું કે જે શાળામાં ૩૦થી ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી હશે તે વર્ગો બંધ થશે.ધોરણ ૬ અને ૭ માં ૩૦ થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવા વર્ગો બંધ કરવા અને તે વિદ્યાર્થીઓને નજીકની પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવવાની સૂચના આપી છે. ધોરણ ૬ અને ૭ માં વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રાથમિક શાળાઓ ધોરણ ૬ અને ૭ માં સરેરાશ ૬ થી ઓછી સંખ્યા હોય તેમજ શાળા કુલ ૩૦ થી ઓછા વિદ્યાર્થીઓ હોય તે માટે ધોરણ ૬ અને ૭ના વર્ગ બંધ કરવા સૂચના આપી છે.

તો બીજી તરફ આ નિર્ણય સામે નારાજગી દર્શાવી ગુ.રા.પ્રા.શી.સંઘના કારોબારી સભ્ય હર્ષદ પટેલે જણાવ્યું કે, અગાઉના ૨ વર્ષ દરમિયાન રાજ્યકક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી પ્રાથમિક શિક્ષકાઓ અને અને વિદ્યાર્થીઓને નુકશાન થાય એવા અનેક પરિપત્રો કરવામાં આવ્યા છે. ગુ.રા.પ્રા.શી.સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની નિષ્ક્રિયતાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. વ્યક્તિગત પ્રશ્નોને લઇ શિક્ષકોના ધોડેધોડા લઇ કચેરીએ દોડી આવતા હોદ્દેદારોનું સામુહિક પ્રશ્ને અક્ક્ડ મૌન છે. જે અત્યંત દુ:કની અને નિરાશાજનક બાબત છે આનાથી વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની જશે જે ચિંતાનો વિષય છે

Latest Stories