જોલી LLB ટુની તેલુગુ રીમેકમાં સુપરસ્ટાર વેંકટેશ જોવા મળશે

New Update
જોલી LLB ટુની તેલુગુ રીમેકમાં સુપરસ્ટાર વેંકટેશ જોવા મળશે

એક તરફ તેલુગુ ફિલ્મ બાહુબલી ટુની અપાર સફળતાને નવા માપદંડ બોક્સઓફિસ પર સ્થાપિત કર્યા છે તો બીજી તરફ અભિનેતા અક્ષયકુમારની હિટ ફિલ્મ જોલી એલએલની ટુની તેલુગુ રિમેક બનવાની છે, તેલુગુ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા છે,ફિલ્મ જોલી એલએલબી ટુ આ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં જ રિલીઝ થઈ હતી,જેનું દિગ્દર્શન સુભાષ કપૂરે કર્યું હતું,ફિલ્મે બોક્સઓફિસ પર 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી,રાધાકૃષ્ણે 1.75 કરોડ રૂપિયામાં રીમેક બનાવવા માટે રાઇટ્સ ખરીદી લીધા છે.

વેંકટેશ

તેલુગુ ફિલ્મનું શુટિંગ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં શરૂ થશે,તેલુગુ સુપરસ્ટાર વેંકટેશ આ ફિલ્મમાં અક્ષયકુમારે ભજવેલું કિરદાર નિભાવવાનો છે,વેંકટેશને સાઉથમાં રિમેકનો સ્ટાર માનવામાં આવે છે,તેને અગાઉ અનેક હિટ ફિલ્મોની રીમેકમાં લીડ રોલ નિભાવ્યો છે, જોલી એલએલબી ટુમાં અક્ષય ઉપરાંત અનુ કપૂર અને સૌરભ શુકલા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Latest Stories