વલસાડ : ધરમપુરની આશ્રમ શાળાનો વકર્યો વિવાદ,સંચાલક પૈસાની માંગણી કરતા હોવાનો શિક્ષકોનો આક્ષેપ

વલસાડ જિલ્લાના ધરમપુરની આશ્રમ શાળાનો વિવાદ વકર્યો છે.શાળાના સંચાલક દ્વારા શિક્ષકો પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ શિક્ષકોએ કર્યા હતા.

New Update
  • આશ્રમ શાળામાં વિવાદનો મામલો

  • શિક્ષકોએ સંચાલક પર કર્યા આક્ષેપ

  • રૂપિયા માંગતા હોવાના ગંભીર આક્ષેપ

  • ગાંધીનગર ખાતે યોજી પત્રકાર પરિષદ

  • સંચાલકે આરોપોને પાયાવિહોણા કહ્યા 

વલસાડ જિલ્લાના ધરમપુરની આશ્રમ શાળાનો વિવાદ વકર્યો છે.શાળાના સંચાલક દ્વારા શિક્ષકો પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ શિક્ષકોએ કર્યા હતા. જે અંગે શિક્ષકોએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની આશ્રમ શાળાના શિક્ષકોએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી ગંભીર આક્ષેપો કર્યા છે. શિક્ષકોના જણાવ્યા અનુસારતેમની પાસેથી વિવિધ કારણોસર પૈસાની માંગણી કરવામાં આવી રહી છે.આ આશ્રમ શાળાઓ નીરા તારગોળ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. સુથારપાડાઅસલોનાસાહુડાવેરીભવાડાચૌસાહાડા અને સુલિયા ગામમાં આ આશ્રમ શાળાઓ આવેલી છે. હાલમાં આ શાળાઓનું સંચાલન વસંત બરજુલ પટેલ કરી રહ્યા છેજેઓ વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પણ છે.

શિક્ષકોએ આરોપ લગાવ્યો છે કે તેમની પાસેથી શાળા વિકાસલાઈટબિલઅનાજલાકડા ભાડું અને ચૂંટણી લડવા માટે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. આ બાબતે તેમણે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને પોતાની વ્યથા રજૂ કરી હતી.જોકે શાળાના સંચાલક વસંત પટેલે શિક્ષકોના તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા,અને આરોપોને પાયાવિહોણા કહ્યા હતા.

Latest Stories