Blog By : બીજી મા સિનેમા : ઋષિ દવે- ઉદેપુર ફાઈલ્સ : હિંદુ- મુસ્લિમ એકતાની મશાલને બુઝાવનારા સામે લાલબત્તી

સિનેમાજગતમાં આવું પહેલીવાર બન્યું હશે. છેલ્લા 100 દિવસથી જે કેસની તારીખ પડે છે જેનો નિવેડો આવે એની કનૈયાલાલનો પરિવાર કાગડોળે રાહત જોઈ રહ્યા છે,

New Update
udepurrr

'ઉદેપુર ફાઈલ્સ' : ફિલ્મ જોવા કનૈયાલાલના બંને પુત્રો થિયેટરમાં ગયા, સાથે લઈ ગયા પિતાશ્રીનો ફોટો. 

સિનેમાજગતમાં આવું પહેલીવાર બન્યું હશે. છેલ્લા 100 દિવસથી જે કેસની તારીખ પડે છે જેનો નિવેડો આવે એની કનૈયાલાલનો પરિવાર કાગડોળે રાહત જોઈ રહ્યા છે, એનું ફિલ્મીકરણ થાય મલ્ટિપ્લેક્સમાં દર્શકો જોવા જાય અને લોકશાહી દેશમાં સબ સલામત છે એવી રાડો પાડતા રાજકારણીઓની સામે લાલબત્તી ધરતી ફિલ્મ 'ઉદેપુર ફાઈલ્સ' જોવા જેવી છે. 
ફિલ્મના અનેક પાસા નબળા છે, પણ સત્ય ઘટનાને શક્ય એટલી વાસ્તવિક બનાવવામાં મીઠું મરચું ઉમેરવામાં ક્યાંક ખારું ક્યાંક તીખું થાય તો ફિલ્મદર્શકે બે ઘૂંટ પાણી વધુ પીને ગળેથી ઉતારી જવું જોઈએ.
દિગ્દર્શક ભરત એસ શ્રીનાતે અને જયંત સિન્હાએ હિંદુ મુસ્લિમ એકતાને પોલીસ, રાજકારણી અને પડોશી પાકિસ્તાનના આકાઓ કેટલી હતી યુવાપેઢીને ઉશ્કેરીને પોતાનું વર્ચસ્વ જમાવવાની નાપાક કોશિશ કરે છે એનું દ્રશ્યાંકન 'ઉદેપુર ફાઈલ્સ'માં છે. 
વારાણસી મસ્જિદ એ મંદિર પર પડેલી છે, મુસ્લિમ બિરાદરો એમાં નમાઝ અદા કરે છે, સ્પેશિયલ સર્વે ટીમ મસ્જિદની મુલાકાત લઈને મસ્જિદમાં ૐ, ત્રિશુલ, દિવાલો પર કોતરેલા જુએ છે, મસ્જિદના ભૂગર્ભમાં શિવલિંગ મળે છે, જેની પૌરાણિક કથા મુજબ મંદિરના પૂજારીને યુવાનોએ મંદિર પર હુમલો કરીને શિવલિંગને તોડશે એ પહેલા એ શિવલિંગને લઈને કૂવામાં કૂદી પડે છે. બહાર નંદીના કાનમાં કહેતો જાય છે, મારી સમાધિ અને તારી પ્રતીક્ષા સનાતન ધર્મની રક્ષા કરશે. 
વારાણસીના અદભુત દ્રશ્યો અને કૈલાશ ખેરનું ગીત, ત્રણ સંગીતકાર જીતેન્દ્ર ચાવડા, આરતી સિંઘ અને રાજ આસુ હિંદુ મુસ્લિમ એકતા એ સંઘર્ષમાં ધારી મ્યુઝિકલ ઈફેક્ટ આપી છે. અમિત જાની પ્રોડ્યુસર આવા જ વિષય પર ફરી નાણાની કોથળી ખોલશે તો હિન્દી સિનેમાએ વધુ એક જોવા, જાણવા લાયક ફિલ્મ મળશે. 
વિજય રાજ (કનૈયાલાલ ટેલર)ને ક્રિટીક એવોર્ડ પાક્કો. 
ધર્મની આડે વાવટા લઈને રેલી, સરઘસ કાઢનારાને ગાંધીછાપ નોટ , ખાણીપીણી મળતી હશે એમણે ચેતી જવા જેવું છે. ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતાને તોડનારા નારેબાજોથી સાવધાન રહેજો. કનૈયાલાલ ટેલરના પરિવારને સંતોષકારક ન્યાય મળે એવો ચુકાદો ન્યાયાલયમાંથી મળશે એ જ આશાવાદ. જય હિન્દ.
Latest Stories