ઝઘડિયા રાજપીપળા રોડ પર ટ્રેલર ટ્રક માં આગ થી માર્ગ પર દોડધામ મચી

New Update
ઝઘડિયા રાજપીપળા રોડ પર ટ્રેલર  ટ્રક માં આગ થી માર્ગ પર દોડધામ મચી

ઓવર હેડ વીજ તારને મશીનરી અડી જતા સર્જાયો અકસ્માત

અંકલેશ્વર થી રાજપીપળા તરફ ટ્રેલર ટ્રક માં એક તોતિંગ મશીનરી લઇ જવામાં આવી રહી હતી,તે દરમિયાન ઝઘડિયા ના વાગપુરા ગામ પાસે મોટી ટેંક જેવી મશીનરી ઓવર હેડ વીજ લાઈન ના તાર ને અડી ગઈ હતી.જેના કારણે ટ્રક ના વ્હીલ માં આગ લાગી હતી.

સર્જાયેલી ઘટના ને પગલે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.અને ઘટના અંગે ની જાણ ફાયર સ્ટેશન માં કરવામાં આવતા લશ્કરો એ લાયબંબા સાથે દોડી આવીને ટ્રક માં લાગેલી આગ ને કાબુ માં લીધી હતી.જોકે ઘટના માં કોઈ જાનહાની પણ થવા પામી નહતી.

publive-image

Latest Stories