ઝઘડીયાઃ રાજપારડી ખાતે અખિલ ભારતીય કિન્નર સમાજનુ સંમેલન, 30મી સુધી યોજાશે

New Update
ઝઘડીયાઃ રાજપારડી ખાતે અખિલ ભારતીય કિન્નર સમાજનુ સંમેલન, 30મી સુધી યોજાશે

રાજપારડીમાં 30મીજૂન સુધી ચાલનાર સંમેલનમાં 3 હજાર થી વધુ કિન્નરો ભાગ લે તેવો અંદાજ

ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે સનાતન ધર્મ અખિલ ભારતીય કિન્નર સમાજનાં સંમેલનનો પ્રારંભ થયો છે. જે 30 મી જૂન સુધી ચાલશે. સંમેલનમાં વિવિઘ ધામિઁક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજપારડી ખાતે સનાતન ધર્મ અખીલ ભારતીય કિન્નર સમાજના સંમેલનનો પ્રારંભ થયો છે. સતયુગના સમયકાળથી કિન્નરોને મળેલા અવતારની રૂઢિમાં ચાલતી આવેલી પરંપરા મુજબ આવા સામેલનોનું આયોજન કરવામાં આવે છે. રાજપારડી ખાતે 30 જૂન સુધી ચાલનારા આ સંમેલનમાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી કિન્નરો ભાગ લેવા આવે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ સંમેલનનો રામાપીરના પાઠથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે માતાજીની પૂજા અર્ચના અને આરતી બાદ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે જંબુસરના નાયક રેખાકુવંર લાડુકુવંર, ભાલોદનાં રાખીકુંવર અને નિલમકુંવર તેમજ નવસારીથી નાયક પુનમકુંવર ચંપાકુંવર ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા રાજપારડી તેમજ આજુબાજુના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

Latest Stories