Connect Gujarat
સમાચાર

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 13 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 13 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ
X

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 13 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટે પાંચ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન આજે છે. બીજા તબક્કા માટે મતદાન 7 ડિસેમ્બર, ત્રીજા તબક્કા માટે 12 ડિસેમ્બર, ચોથા તબક્કા માટે 16 ડિસેમ્બર અને અંતિમ પાંચમાં તબક્કા માટે મતદાન 20 ડિસેમ્બરના થશે. પરિણામ 23 ડિસેમ્બરના આવશે.

ઝારખંડમાં ભાજપ માટે સત્તા બચાવી રાખવાનો

પડકાર છે. કૉંગ્રેસ જેએમએમ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. બીજી તરફ આજસૂએ ભાજપ

સાથે ગઠબંધન તોડી નાખ્યું છે.


પ્રથમ તબક્કામાં

ભાજપ તરફથી વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે

પ્રચાર કર્યો હતો. જ્યારે કોગ્રેસ તરફથી કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોગ્રેસ

નેતા રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો.


આ તબક્કમાં 189 ઉમેદવારો

મેદાનમાં છે. જ્યારે 37 લાખ 83 હજાર 55 મતદાતાઓ

પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નોંધનીય છે કે ઝારખંડની 81 વિધાનસભા

ચૂંટણી માટે પાંચ તબક્કામાં મતદાન થશે.

Next Story